વજન વધારવું છે?.


વર્ષો પહેલા એક વાર્તા સાંભળેલી કે, એક દુ:ખી માણસ પ્રાર્થના કરેછે, પ્રભુ પ્રસન્ન થાયછે. તે સુખ માંગે છે.  ભગવાન કહે, જે કોઇ સુખી, આનંદી  હોય તેનો કોટ પહેરીશ.. તને સુખ મળશે. તે ખૂબ ફરેછે. કોઇ સુખી મળતો નથી.

 આવી જ સ્થિતિ આજે વજન વધારવા ને ઘટાડવા વાળા લોકો ની છે.  વજન ના વિચારો અને તેની ચિંતા માં, તેની ભ્રમ જાળ માં અહી થી તહીં ફર્યા કરેછે. અશ્વગંધા, જીંન્સેંગ, માંસ, ઇંડા, અડદિયા પાક નું સેવન કરેછે. આથી કોઇ ને ફાયદો થાય પણ ખરો....

કોઇ.. વળી ઉંટ ડોકટરો ની સલાહ પ્રમાણે સ્ટિરોઇડ પણ લ્યે..!!! પરંતુ તેઓ બિચારા જાણતા નથી. પરંતુ દવા તેમને માફ કરે નહિ. તેમની કિડની ને હાડકા નબળા પડે છે.

 તેથી સાચી વાત તો એ છે કે વજન વધારવા માટે આમ તેમ ફરવા કરતા સ્થિર મન થી વિચારી ને વજન નહિ વધવાનું કારણ  શોધીને તેની યોગ્ય સારવાર કરવી જોઇએ અથવા તેવા યોગ્ય અનુભવી વૈદ્ય ની  સલાહ લેવી જોઇએ.

 મન શાંત રાખવુ : 
ચિંતા થી ચતુરાઇ ઘટે, ઘટે રુપ, ગુણ ને જ્ઞાન..
મન કે જીતે જીત, મન કે હારા હાર.. મન શાંત ને મજબુત હોય તો શરીર પણ બલવાન બને.
ઘણા દર્દીઓ ને માત્ર બ્રાહ્મી ટીકડી આપીને વજન વધારી શકાયું  છે. બ્રાહ્મી મન ને શાંત  કરેછે, બુદ્ધિ ની શક્તિ વધારે છે.

તેવી જ રીતે મન ને શાંત કરવા માટે પ્રાર્થના, પૂજા, ધ્યાન, પ્રાણાયામ, સ્વાધ્યાય, પ્રકૃતિ માં પરિભ્રમણ એ મન નો ખોરાક છે.

રાત્રે વહેલા સૂઇ જવુ, સંયમ, માથા માં  માલિસ, નાક માં  ગાય ના ઘી ના ટીંપા નાખવા... આ બધા પ્રયોગો થી મન શાંત થવાથી વજન વધેછે.

 પાચન શક્તિ વધારવી...
ભૂખ બરાબર લાગે, ખાધેલું ને આમદોષ નું પાચન યોગ્ય થતું હોય, વાયુ નું અનુલોમન થાય તો ખાધેલા ખોરાક થી સાતેય ધાતુઓ યોગ્ય પ્રમાણ માં  બને અને તેથી શરીર પુષ્ટ થાય.

ભોજન કરતા પહેલા  આદું ને લવણ સાથે ચાવી જવાથી ભૂખ ખૂબજ લાગેછે. ભોજન કરતા કરજો કનૈયા ને યાદ. તેથી આવશે મીઠો સ્વાદ.

 ઓછુ ભોજન..
વધુ ખાવાથી વધુ વજન વધે તે માન્યતા ખોટી છે. વધુ ભોજન, જંક ફુડ નું સેવન, મિઠાઈ ને ઠંડા પીણા, રાત્રિ ભોજન ને ભોજન પછી ની ઊંઘ આ બધા થી વજન ચોક્કસ વધે પરંતુ તે સ્થૂળતા લાવે, મધુમેહ ને હાઈ બી.પી નો રોગ પણ સાથે લાવે.
તેથી ભૂખ થી ઓછુ ભોજન તે પાચન સુધારે ને વજન વધારે છે.

 અન્ય રોગો ને કારણો:
શરદી, જીર્ણ તાવ, નાક ના મસા, ગળા  ના કાકડા, પાચન ની  નબળાઇ, મરડો, ચિંતા, ઓછી ઊંઘ, મહેનત વધુ ને ખોરાક ઓછો, સતત ભાગદોડ ભર્યુ જીવન આ ને આવા કારણો થી વજન વધતુ નથી. તે તે કારણ ને દૂર કરીએ... તો વજન વધી શકે.

 ઔષધો :
અનુભવી વૈદ્ય પાસે રોગ ને તેનું કારણ શોધી ને સાચી સારવાર થઈ શકે. છતાં કેટલાક ઔષધો જણાવું છુ જે ફેમિલી વૈદ્ય ને પૂછી ને લઈ શકાય.

1, ઘઉ, ભેંસ નું દૂધ, ભેંસ નું ઘી, અડદ, દહી, ગોળ ને ઘી, કેળા આ વજન વધારનાર ખોરાક છે.

2, ખજુર ને ઘી માં  તળી ને ખાવી.

3,  અશ્વગંધા, શતાવરી  વિદારીકંદ, સૂંઠ, ગંઠોડા ને સરખા ભાગે લઈ દૂધ ને તેથી બમણું પાણી, સાકર સાથે ઉકાળી પાણી બધું જ બાળવું. .. આ ક્ષીરપાક નિયમિત પીવાથી વજન વધે.

4, અશ્વગંધા ઘૃત 1 થી 2 ચમચી સવારે- સાંજે દોઇધ સાથે લેવુ.

5, અશ્વગંધા અવલેહ પણ 1..1 ચમચી લઈ શકાય.

6, અશ્વગંધારિષ્ટ 2 થી 3 ચમચી પાણી સાથે લઈ શકાય.

7, નિત્ય, નિયમિત હળવો વ્યાયામ કરવો જ જોઇએ... તો જ વજન વધારનાર ખોરાક ને દવા પચી શકે ને વજન વધી શકે. ..
8, કાચા ચણા રાત્રે પલાળી ને સવારે ગરમ કરીને વ્યાયામ કરી ને  આવ્યા બાદ ભૂખ થી ઓછા ખાવાથી વજન વધેછે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)