કફ ને બહાર કાઢો..
શિયાળો આવ્યો, સવાર ના 4 - 5 વાગ્યા ના સમયે અંતરિયાળ
રોડ ઉપર યુવાનો ને દોડતા જોઇને સમજી શકાય કે, હવે બળ ભેગુ કરવાનો સમય આવી ગયો છે. બિમારી હટાવવા ને યૌવન નો ઉત્સાહ,
સ્ફુર્તિ ને ચૈતન્ય મેળવવા નો સમય એટલે જ
શિયાળો.
શિયાળા મા સૌ કોઇ તંદુરસ્ત હોય પરંતુ શરદી, ખાંસી, શ્વાસરોગ -દમ , કફ નો ભરાવો હોય તે વિશેષ હેરાન થતા હોયછે. ફેફસાં અને સર્વત્ર ચોંટી
ગયેલો કફ થોડી પણ ગરમી મળતાં જ પીગળે છે, જે શ્વાસ મા
અવરોધ કરે, શરદી, ખાંસી ને શ્વાસરોગ ઉત્પન્ન કરે, ઉપરાંત કફ ના રોગો ... આળસ, ખંજવાળ, ધાધર, પાક, સોજા જેવા રોગો થાયછે.
આ બધા જ દર્દ માં થી બચવાનો
ને થયેલા કફ ના રોગો દૂર કરવાનો, દિર્ઘાયુષ્ય મેળવવા નો, થાક દૂર કરવા ને વાયુ નું શમન કરવા, ભૂખ લગાડવા ને ઊંઘ સારી લાવવા, આંખો નું તેજ વધારવા ને મજબૂત શારીરિક બાંધા થી સૌંદર્યવાન બની રહેવા
માટે માલિશ જરુરી છે.
દરરોજ આખા શરીરે માલિશ કરવુ જોઇએ. શિયાળા માં તો વિશેષ. પરંતુ તેવુ શક્ય ના બને તો માથું,
કાન અને પગ માં તો ખાસ માલિશ કરવુ જોઇએ.
દરરોજ સવારે તલ ના તેલ માં સિંધવ
મેળવી, ગરમ કરી, ઠંડુ પાડી આખાય શરીર પર વિશેષ કરીને છાતી ઉપર માલિશ કરવાથી અને
ત્યારબાદ ગરમ પાણી ની વરાળ થી શેક કરવાથી
ચામડી, ફેફસાં ના સ્રોતસ માં ચોંટી ગયેલો કફ પીગળે છે,
ઢીલો પડેછે. માલિશ- શેક થી વાયુ નું શમન થવાથી
ને વાયુ નું નીચે તરફ જવાથી જેમ પર્વત ની ટોચ ઉપર જમા થયેલો બરફ સૂર્ય ના કિરણો થી
પીગળે છે તેવી રીતે શરીર મા સ્થિર રહેલો કફ પીગળે છે. તે ફેફસાં ના પીગળેલા કફ ને
બહાર કાઢવા માટે અમે વૈદ્યો પંચકર્મ ની આદર્શ પધ્ધતિ થી વમન કર્મ કરાવીએ છીએ.
પરંતુ, દર્દી ને પોતાના ઘરે ઉલટી દ્વારા કફ કાઢવાની સાદી પધ્ધતિ અહી સમજીએ. પ્રથમ
દર્દી ને બળ આપવા માટે અધિક ઘી સાથે નો ભાત ખવડાવવો ને પછી બીજા દિવસે
1, લીંડીપીપર, સિંધાલૂણ ને મધ ચટાડીને
2, ઇલાયચી નો ઉકાળો પીવડાવીને.
3, માત્ર ગરમ પાણી માં સિંધવ મેળવી ને પીવડાવવો.
4, લીમડો, અઘેડો કે મીંઢળ નો ઉકાળો પિવડાવીને..
...... આમાંથી કોઇપણ એક પ્રયોગ અનુભવી પંચકર્મ
વૈદ્ય ની દેખરેખ હેઠળ કરી, ઉલટી કરવાથી......ઝડપથી, મૂળ થી હઠીલા કફ ના રોગો મટેછે.
વૈદ્ય ની દેખરેખ સિવાય, જાતે જ આવો
પ્રયોગ કરવાથી... સામાન્ય થી ગંભીર ઉપદ્રવ થઈ શકેછે. કફ ના હોય તેવા વાયુ ના દર્દી,
દુર્બલ, પિત વધી ગયેલ ને, સગર્ભા ને, ક્ષય ના દર્દી ને, હૃદય રોગી એ આવો પ્રયોગ કરવો નહી.
હા.. માલિશ - સેક તો કફ ના દર્દી કરી શકેછે. આ માલિશ, શેક બાદ વમન - ઉલટી કરાવ્યા બાદ આયુર્વેદ પધ્ધતિ થી તૈયાર કરેલ
ધુમપાન કરવાથી રહ્યો - સહયો ચોંટેલો કફ પણ દૂર થાયછે.
આયુર્વેદ પધ્ધતિ થી તૈયાર કરેલ ધુમપાન માં... હળદર, તજ, જટામાંસી, જવ, તુલસી, કમળ, લીંડીપીપર અને મીણ તથા ઘી નું મિશ્રણ
આવેછે.
.... આયુર્વેદ ના આ માલિશ, શેક, પંચકર્મ, ધુમપાન એ બધું સારા આરોગ્ય
માટે અપનાવવા જેવુ છે.
Comments
Post a Comment