માથાનો દરવાજો ' નાક '
આબરુ વિનાનો માણસ એટલે ' નાક ' વિનાનો માણસ. આબરુ, પ્રતિષ્ઠા, સૌંદર્ય નું પ્રતિક જેમ 'નાક' છે, તેમ તમાં માનસિક રોગો, માથા ના રોગો, વાળ ના રોગો, નાક, કાન, ગળું, દાંત, પેઢા, હડપચી, ખીલ, સૌંદર્ય ના રોગો અને શરીર નો લકવો જેવા
જ્ઞાનતંતુ ના રોગો તથા આરોગ્ય માટે 'નાક' થી ઉત્તમ કોઇ અંગ કે સાધન ઇશ્વરે શરીર મા આપ્યું નથી તેવુ ઘણી વખત
લાગેછે.
માણસ શરીર થી ઘરડો થતો નથી, મન થી ઘરડો
થાયછે. અન્યથા 180 વર્ષ ના ભિષ્મ પિતામહ યુવાન ન કહેવાયા
હોત!!. મન ને મજબૂત કરનાર જેમ આધ્યાત્મિક સાધના સ્વાધ્યાય છે તેમ ચિકિત્સા ની
દ્રષ્ટિ એ નાક દ્વારા થતા પ્રયોગો.... જલનેતી, સૂત્રનેતી જેવા યૌગિક પ્રયોગો છે તેમ ઔષધિય પ્રયોગો માં નસ્ય કર્મ
છે.
1, સ્નેહ નસ્ય - નાક માં ઔષધ યુક્ત તેલ ના વિધિવત ટીંપા નાખવા.
2, પ્રધમન નસ્ય - નાક માં ચૂર્ણ ફુંકવુ.
3, અવપિડ નસ્ય - નાક માં વનસ્પતિ નો તાજો
રસ ના ટીંપા પાડવાં.
જેમ બ્રહ્માંડ માં વાયુ
બળવાન છે તેમ આપણા શરીર માં પણ બધાજ દોષ, ધાતુ, મળ, અગ્નિ માં વાયુ જ બળવાન છે. વાયુ સર્વત્ર વ્યાપ્ત છે તેથી તો વાયુ ને
પ્રભુ કહ્યો છે.
આ વાયુ નો શરીર માં પ્રવેશ
તો નાક દ્વારા જ થાયછે. વાયુ ના કારણે તો શરીર ના ચેતાતંત્ર સક્રિય છે. વાયુ બગડે
છે તો... સામાન્ય શરદી, માથાના દુ:ખાવા થી માંડી લકવા સુધી ના
રોગો થાયછે જેમા ચેતા તંત્ર, નાડીતંત્ર બિમાર થાયછે.
નાક દ્વારા પ્રવેશ પામતો વાયુ નાક ની અંદરના સંવેદી ચેતાકોષો ના
શીખાતંતુ માં ત્યાંથી કોષકાય માં, ત્યાંથી અક્ષતંતુઓ દ્વારા ઘ્રાણકંદમાં
પહોંચીને ત્યાંથી મોટા મગજ ના સંવેદી કેન્દ્ર સુધી પહોંચે છે.
આ આપણું મોટુ મગજ સભાનતા, હાથ- પગ- હોઠ ની
હલનચલન, ચાવવા, ગળવા, જીભ નું હલનચલન, મન ની વૈચારીક, સ્નાયુ ની તાકાત, સ્પર્શ આદિ જ્ઞાનેન્દ્રિય ની શક્તિ,
આંખ ની સંવેદના કેન્દ્રની શક્તિઓ મોટા મગજ માં
સંગ્રહાયેલી છે.
જે બધી જ શક્તિઓ માં પ્રાણ(હવા) પુરો પાડવાનું કામ નાક દ્વારા થાયછે,
તેવી જ રીતે નાક દ્વારા લેવાતાં ઔષધ નસ્ય કર્મ અને પ્રાણાયામ પણ આ બધી જ શક્તિઓ
વધારવામાં અને ઘડપણ માં પણ યુવાન જેવી શક્તિ આપવાનુ કામ કરેછે.
અને તેથી જ આયુર્વેદ માં ટૂંક માં
સુંદર જ કહ્યુ છે કે, નાક એ માથા નો દરવાજો છે. તેના દ્વારા
પ્રસરી ને ગયેલ ઔષધ થી ઉપરોક્ત બધા જ રોગો મટે છે અને મગજ, મન, બુદ્ધિ ને બળ મળેછે.
ઘણી વખત સંતો કહેછે કે, માથા થી ચાલે તે
માણસ અને પગ થી ચાલે તે પશુ. માથા થી ચાલવું એટલે વિચાર થી, બુદ્ધિ થી, ઇશ્વર સમર્પિત બુદ્ધિ થી ચાલવું. આ માથા
ને - (વિચારશક્તિ ને મગજ) તંદુરસ્તી આપવાનુ કામ પ્રાણાયામ અને નસ્યકર્મ થી શક્ય
બનેછે. તેથી જ નાક એ માથા નો દરવાજો બની રહેછે.
અનુભવ:
ફેમિલી વૈદ્ય પાસે તપાસ કરાવી ને જ પ્રયોગો કરવા. અહીં તો માત્ર
કેટલાક જ નસ્ય ના મારા અનુભવો વ્યક્ત કરુછુ.
➖ હેડકી ના સેંકડો
દર્દીઓ ને સૂંઠ + ગોળ + પાણી ના નસ્ય થી મટાડી શકાયા છે.
➖ માથા માં થી જીવતા
જીવડા બકરી ના મૂત્ર અને કૃમિઘ્ન ઔષધો ના નસ્ય થી કાઢ્યા છે.
➖ માથાનો દુ:ખાવો
વાયુ, પિત્ત કે કફ ના ચોક્કસ નિદાન ના આધારે તેલ,
ઘી કે સૂંઠ + ગોળ ના નસ્ય થી દૂર થાયછે.
➖ નાક ના મસા કે નાક
નો પડદો વાંકો હોય તે પણ માત્ર નસ્ય થી મટેછે.
➖ વાળ, કાન, નાક, આંખ, દાંત ને માનસિક રોગો ની તંદુરસ્તિ માટે
નસ્ય તે ઉત્તમ ક્રિયા અનુભવાઇ છે.
Comments
Post a Comment