તુલસી થકી ભોજન પ્રસાદ
તુલસી શ્રી સખી શિવે, પાપહારિણિ પુણ્ય દે. નમસ્તે નારદનુતે નમો નારાયણ પ્રિયે.. વિચાર કરીએ કે ભગવાન પણ ભોજન માં તુલસીપત્ર હોય તો જ ભોજન કરેછે.. તો... આપણે તો તેવું કરવું જ જોઇએ ને! કોરોના જેવા કેટલાય વાયરસ ને અન્ય ઉપદ્રવો થી બચવા માટે આપણા ઋષિઓ એ કેવી સુમધુર કલ્પના આપી છે કે... ભોજન પહેલા પ્રભુ ને તુલસીપત્ર સાથે થાળ ધરાવવાનો પછી તે ભોજન પ્રસાદ બની જાય..પ્રસાદ એટલે પ્રસન્નતા. જ્યારે તે ભોજન દોષમુક્ત બને તો જ પ્રસન્નતા આપે ને! અત્યારે એવું કહેવાય છે કે, કોરોના થી કોણ બચી શકશે? .. તો .. જેમની રોગપ્રતિકાર શક્તિ કોરોના ની સામે ટકી શકે તેવી હશે તેમને જ તે નહી થાય. રોગપ્રતિકાર શક્તિ વધારવાના ઘણા ઉપાયો છે તેમાં મુખ્ય છે તુલસી, ગળો, આમળાં ને અશ્વગંધા. આમાં સૌના ઘરે સરળતા થી આખું વર્ષ મળતી દિવ્ય ઔષધી એટલે તુલસી. તુલસી થી ભૂખ લાગે, ખાધેલો ખોરાક પછી જાય, હૃદય ને તે બળ આપેછે, ગરમ ને તીખી હોવાથી કફ ને વાયુ ના રોગો હટાવે છે. તુલસી પાપહારિણિ છે એટલેકે.. મચ્છર, કોરોના જેવા વાયરસ ને અને તેથી થતા રોગોનો નાશ કરનાર છે. શરદી, ખાંસી, તાવ, મલેરિયા, ગળાનો સોજો, આંખ નો સોજો, અરુચિ, આધાશીશી, કરમિયા...