આવો...અંતરીક્ષ જળ સંગ્રહ નું આયોજન કરીએ (Rainwater Harvesting)
સમુદ્રવસને દેવી, પર્વતસ્તન મંડલે
| વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શં ક્ષમસ્વમે ||
હે, સમુદ્ર રૂપી કપડા ધારણ કરેલી પૃથ્વી માતા,
પર્વતો તારી શોભા છે, પ્રભુ પ્રેમ સ્વરૂપી વર્ષા ની ધારા પર્વતો દ્વારા તું અમને નદી ના માધ્યમ થી મોકલાવે છે. અને અમે હંમેશા તારા ખોળે જ નાચતા,
કૂદતા ને ખેતી,
વેપાર ને ધર્મ કાર્ય કરતા રહીએ છીએ, આમારા પગ નો તને સ્પર્શ થાય છે તો હે...
“માં” તું અમને ક્ષમા કરજે.
તને અમારા વંદન હો.
પ્રભુ,
પોતાનો પ્રેમ પૃથ્વી પર વર્ષા દ્વારા પ્રગટ કરેછે.
પરંતુ આપણે તે પરમ પિતા નો પ્રેમ “મા”
પૃથ્વી સુધી લઈ જઈએ છીએ ખરા ?
- અંતરીક્ષ જળ નો સંગ્રહ કરી ને આખું વર્ષ તે જ પાણી પીવા માટે ઉપયોગ કરીશું તો તેટલું પાણી આપણે ધરતી માંથી ઓછું ખેંચીશું ને.. તે પણ આપણે માતા પૃથ્વી ને મદદ કરી ગણાય.
- ખેત તલાવડી દ્વારા પાણી નો સંગ્રહ કરીએ.
- કુવા, તળાવ, પાણી ના બોર રીચાર્જ કરીએ.. વર્ષા નું પાણી બોર માં ઉતારીએ, તળાવ ખોદી ને તેના તળ ખુલ્લા કરીએ તો વર્ષા નું પાણી જમીન માં ઉતરે. વર્ષા નું પાણી અવાવરું પડેલા કુવામાં ઉતારીને ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.
આપણે આ પ્રેમ ની ને ભક્તિ ની ભાવના થી અંતરીક્ષ જળ નો સંગ્રહ કરવો જ જોઈએ.
માતા, બહેન ને દીકરી પ્રતિ આપણી પ્રેમ ની ને ભાવ ની મીઠી નજર હોય છે તો જીવન જીવવાની મજા જ કંઈક જુદી લાગેછે ને.. તેમ પત્ની/
પતિ એ પ્રભુ ની પ્રસાદી સમજીએ તો જીવન નો આનંદ અનોખો લાગે.
...... તેમ
.... અંતરીક્ષ જળ નો સંગહ પ્રભુ પ્રેમ ની પ્રસાદી ને કૃતજ્ઞતા ની ભાવના થી કરશું તો તે પાણી..
માત્ર પાણી નહિ પણ પ્રસાદી બનશે.
તેમ વિશ્વ ને ત્રિકાળ સંધ્યા ના માધ્યમ થી માનવ જીવન ના સઘળા પ્રશ્નો નો ઉકેલ લાવી આપનાર ઋષિ પાંડુરંગ દાદા કહેછે.
જેમ માતા ની નજર થી જ બાળક ને પુષ્ટિ મળેછે.
તેમ આ વર્ષા જળ પીવાથી આપણ ને તુષ્ટિ,
પુષ્ટિ ને તંદુરસ્તી સહજતા થી મળે છે. વર્ષા જળ કાયમી પીવાથી
.... નથી તો કોઈ ચામડી ના, સાંધા ના, પેશાબ કે પથરી ના રોગો થતા કે નથી કોઈ બીમારી સહજતા થી આવતી. કારણકે આપણા શરીર માં ૮૦ થી ૯૦ ટકા પાણી રહેલું છે. પાણી ઉપર જ સંપૂર્ણ શરીર બંધાયેલું છે. જેમ કોઈ પણ ઇમારત પાણી વિના મજબૂત બની ના જ શકે તેમ સારું,
સ્વચ્છ ને આજની ભાષા માં બધાજ મિનરલ યુક્ત
.. ગંગા જળ સમાન કોઈ પાણી આપણ ને ઘરે બેઠા ગંગા મળતી હોય તો તે છે અંતરીક્ષ જળ.
....
આપણી પાસે સગવડતા હોય ને જો તે આપણે પાણી પીવા માટે ઉપયોગ માં ના લઈ શકતા હોય તો આપણા જેવો કોઈ મુર્ખ નથી. જેમ કોઈ મૂર્ખ કે અજ્ઞાની પોતાની પાસે રહેલા હીરા ના પથ્થર એક પછી એક દરિયા માં નાખી દેછે ને પછી બચેલો એક પથ્થર ઝવેરી બતાવે ત્યારે તે ઝવેરી તેની લાખો રૂપિયા કિંમત કહે ત્યારે તે માથે ઓઢી ને રડે તેવી દશા થાય તેની આપણે શું રાહ જોવી છે.?
હવે ચોમાસા ની તૈયારી અત્યાર થી શરુ કરી ને ઘર ના આંગણા માં જમીન થી દોઢ ફૂટ નીચે પાણી ના ટાંકા નો સ્લેબ-ધાબુ આવે તેમ ટાંકું બનાવવાની તૈયારી શરુ કરી દ્યો તેમાં આપણું શાણપણ છે. આ લેખ લખનાર ના ઘરે છેલ્લા ૧૫ વર્ષ થી પીવા માં ને રસોઈ માં વર્ષા જળ નો જ ઉપયોગ થાયછે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
- Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (INDIA)
- Ayurved Sankul, Near temple of Hanuman, Hanuman tekari, palanpur, Gujarat (INDIA)
- Ayurved Sankul, Near temple of Hanuman, Hanuman tekari, palanpur, Gujarat (INDIA)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Nice article akhani sir...
ReplyDeleteDr.Brijesh Radadiya
Thank you Dr. Brijesh Radadiya
Delete